ઉરની ભાષા નયન ના ઉકેલી શક્યાં.
શું કહે છે ઉર એટલું ના સમજી શક્યાં.
ભાષા દેહની વાંચવામાં લોચન ભૂલ્યાં,
સન્મુખ હોવા છતાં ના અર્થ કાઢી શક્યાં.
ઉરની અંદરની લાગણી અશ્રુ થૈને વહી,
તોય ચક્ષુઓ કશુંએ ના વળી કહી શક્યાં.
બની મૂક પ્રેક્ષક એ અશ્રુઓ સારતાં રહ્યાં,
અંતર્વેદનાથી અલિપ્ત ના કશું ગ્રહી શક્યાં.
દેહભાષા બધાને સમજાય એ જરુરી નથી,
નેત્ર એ નેત્ર રહ્યાં કદી ના અવાજ બની શક્યાં.
- ચૈતન્ય જોષી. 'દીપક' પોરબંદર.