ક્યાં બધી વેદનાઓ આકારી શકાય છે કાગળમાં?
ક્યાં બધી યાતનાઓ વર્ણવી શકાય છે જાહેરમાં?
ક્યારેક જબાન પણ મૂંગીમંતર બની બેસતી કદી,
ક્યાં બધી ભાવનાઓ કહી શકાય છે અરસપરસમાં?
અંતરથી પણ ક્યારેક અંતર રાખવું જરુરી લાગતું,
ક્યાં બધી લાગણીઓ સહી શકાય છે ઉર પરિસરમાં
મઠારીને કહેવાતી વાતોમાં અસલિયત હોય કેટલી ?
ક્યાં બધી ઊર્મિઓને સંઘરી શકાય છે દિલના દ્વારમાં?
નથી જોઈ જાતી દશા એ ઘવાયેલાં ઉરની કસમયે,
ક્યાં બધી ચાહતને વિદારી શકાય છે ગાતાં હૃદયથી?
-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.