મારે મન બસ સર્વસ્વ છે તું.
દિલદર્દ તણો આસવ છે તું.
સ્મરણની ઘડી સુખદાઈ છે,
નહીં કોઈ દેવ માનવ છે તું.
નજીક કે દુર નક્કી નથી થતું,
ઉરને ગમતો એ કલરવ છે તું.
યાદમાં નિરંતર રહ્યા કરે કદી,
મનગમતી શાંતિ નીરવ છે તું.
સમાઈ શકે મનમંદિરે મારા તું,
ના ઉન્નત પણ લાઘવ છે તું.
-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.