તારી આંખમાં આંસુ જોઈ નહીં શકું.
તારું હોવું જરૂરી તને ખોઈ નહીં શકું.
દૂર કે નજીક કિસ્મત તણી એ વાત છે,
તારી હાજરીમાં હું કદી રોઈ નહિ શકું.
પાણીના પરપોટા જેવી જિંદગી મારી,
છે એ જરૂરીને એને વગોવી નહીં શકું.
ગમે તેને હું સમજાવી શકું તેમ છું તોયે,
હું ખુદ મારા મનને જ મનાવી નહીં શકું.
યાદ કરવાની ટેવ નથી અવસર છે એ,
એ કદીએ નિરાશામાં ભુલાવી નહી શકું.
કેટલું ગુમાવ્યું છે એની વાત છેડમાં હવે,
મળેલાને માણીને એ સજાવી નહીં શકું.
વાહ તારી ભૂલવા મથું છું રોજ નિરંતર,
અફસોસ એમાં કદીએ હું ફાવી નહીં શકું.
-ચૈતન્ય જોષી 'દિપક,' પોરબંદર.