1 - શું આપણે આપણા ઘરના સભ્યો સાથે, હળવી વાતો, કે પછી વ્યવહારિક કે આર્થિક સંવાદ કરીએ છીએ ?
2 - શું આપણે આપણા ઘરમાં પૂજાપાઠની સાથે-સાથે, રોજ, આંતરે દિવસે, કે પછી અઠવાડિયામાં એકાદ વાર મંદિર જઈએ છીએ કે નહીં ?
3 - શું આપણે આપણા આડોશ-પાડોશમાં, અને સગા-વ્હાલાના સંબંધો જાળવી રાખવામાં સમય કાઢીએ છીએ કે નહીં ?
4 - શું આપણી કોઈ માંગણી, ઈચ્છા કે સપનું, આપણા ઘરની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જોઈએ, કે રજૂ કરીએ છીએ, કે નહીં ?
👉આટલા પ્રશ્નો પોતાને પુછતા પુછતા, સામે એ પણ વિચારતા રહેવું કે, રોજેરોજ મારો સમય, અને પૈસો,
ક્યાં-ક્યાં, અને કેટલો વપરાય છે ?
આના ઉપરથી આપણને સાચો ખ્યાલ આવી જશે કે,
આપણે કયા રસ્તે જઈ રહ્યા છીએ ? અને આગળ જતાં
આપણે ક્યાં પહોંચીશું ?