તારી સમીપ આવું છું રાહ જોજે.
અહીં ની વાત લાવું છું રાહ જોજે.
નથી મંજૂર મને શિરસ્તો કુદરતનો,
તને મળવામાં ફાવું છું રાહ જોજે.
એકલી અટૂલી જિંદગી મારી કેવી,
એમાં પૂર્ણવિરામ મૂકું છું રાહ જોજે.
જોડા જોડે રહેવાની વાત અકબંધ,
મારા મનને મનાવું છું રાહ જોજે.
ઊભય ઊભાં રહેશું ઈશ્વર સન્મુખ,
તારા નામે ઓળખાઉ છું રાહ જોજે.
-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.