સંતાનની હરપળે ચિંતા કરે એ મા હશે.
દુઃખી દેખી એને અશ્રુ સારે એ મા હશે.
હરપળે હિત ઈચ્છવાની લાગણી એની,
એનું બૂરું કદીએ ન વિચારે એ મા હશે.
એના ઉપકારો એટલા કે ન ભૂલાય કદી,
ના ચૂકવાય કોઈ અવતારે એ મા હશે.
માનું હેત પામવા ખુદ હરિ પણ ઝંખતા,
ખુદ ઈશ્વરની પણ ચિંતા કરે એ મા હશે.
છે ખરેખર અભાગી માતૃપ્રેમથી વંચિત,
સૌથી સવાયું સ્થાન સંસારે એ મા હશે.
-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.