જીવનમાં
સુખ, શાંતિ અને સલામતી મેળવવા
જે વ્યક્તિ,
"પ્રયત્નો કરવામાં થાક્યો નથી"
એ વ્યક્તિ,
એના જીવનને પણ કહી દે છે કે,
આજે નહીં તો કાલે
સારા દિવસો તો આવશે જ,
તું થોડી ધીરજ ધર,
"હજી એનો સમય પાકયો નથી"
આમ તો એવા વ્યક્તિની વાત પણ સાચી છે, કારણ કે.....
ભવિષ્ય ઉજ્જ્વળ બનાવવા માટે,
શું એટલું પૂરતું નથી કે,
મરેલો માણસ કંઈ કરી શકતો નથી.
શ્રધ્ધા, વિશ્વાસ અને પ્રયત્નો ક્યારેય એળે નથી જતા, હા એમાં મોડું વહેલું થઈ શકે છે.
પેલી હિંદીમાં કહેવત છે ને કે,
"इश्वर के घर देर है, अंधेर नहीं"