સ્મરણ તારું કરતાં કરતાં આવીશ તારે દ્વારે.
ધીમેથી ડગ ભરતાં ભરતાં આવીશ તારે દ્વારે.
નહિ હોય ત્યારે હર્ષ કે શોક કશો મનમાહી,
ભજનમાં રખે તરતાં તરતાં આવીશ તારે દ્વારે.
નહીં રહેશે વળગણ માયાનું જે વાગોળવાનું,
નામ તારું જ વદતા વદતા આવીશ તારે દ્વારે.
ના ભય કે ડરબીક કશુંએ હોવાનું વર્તનમાને,
તારી કૃપાથી ઠરતા ઠરતા આવીશ તારે દ્વારે.
પરમ લક્ષ્ય પ્રાપ્તિનો હરખ હશે ઉર માહીને,
ધ્યાન તારું ધરતાં ધરતાં આવીશ તારે દ્વારે.
-ચૈતન્ય જોષી. 'દિપક' પોરબંદર.