આપણા જીવનમાં અવારનવાર આવતી જતી રહેતી મોટાભાગની મુસીબતોનું મુખ્ય "કારણ" આપણું મગજ જ હોય છે, અને મોટાભાગની મુસીબતોનું મારણ પણ આપણું મગજ જ છે, માટે જો આપણે મુસીબતોથી બચવું હોય તો એનો "યોગ્ય" ઉપયોગ કરવા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.
હા આમાં આપણામાંથી જ અમુક કે પછી ઘણાબધા લોકો, એમના ભાગમાં આવતી, કે પછી એમણે જાતે જ ઊભી કરેલી મુસીબતોથી દૂર ભાગવાનો, કે પછી એ મુસીબતોને દૂર ઠેલવાનો, અથવા તો જે તે મુસીબતોથી બચવાનો, કે પછી અમુક લોકો તો એમના જીવનમાં મુસીબતો આવે જ નહીં એવો ટૂંકા ગાળાનો રસ્તો પણ શોધી લે છે, અને એ પણ એમનું મગજ દોડાવીને, પરંતુ એક વાત તો જગજાહેર છે કે, સ્વાર્થથી ભરેલા ટૂંકા ગાળાના ફાયદા માટે અયોગ્ય રીતે ખોટી દિશામાં દોડાવેલ મગજ, આપણને જે ફાયદો કરાવે છે, એ ફાયદો હંમેશા ટૂંકા ગાળા માટે જ હોય છે, ને પછી આપણને આપણો સમય એવા સમયમાં લાવીને ઊભા કરી દે છે કે, આપણું મગજ ચાલવાનું તો દૂર, બિલકુલ કામ કરવાનું જ છોડી દે છે, ને આપણે અતિશય લાચાર ભરી પરિસ્થિતિમાં આવી જઈએ છીએ, એક એવી સ્થિતિ કે જેમાં આપણે સિવાય અફસોસ બીજું કશું કરી શકવાની સ્થિતિમાં નથી રહેતા.
માટે કોઈપણ સારી નરસી પરિસ્થિતિ વખતે, ધીરજ રાખી, શાંત ચિત્તે, સમય અને સંજોગોને સારામાં સારી રીતે જોઈ સમજી લીધા પછી, જે તે બાબતે ખૂબજ ઊંડાણ પૂર્વક વિચારી જીવનમાં આગળ વધવું, એજ સાચી સમજદારી પણ છે, અને એ આપણા સુખરૂપ ઉજ્જવળ ભવિષ્ય માટે ખુબ ખૂબ અને ખૂબજ જરૂરી પણ છે.