મારી વેદનાને સંવેદના ગણી લેજો તમે.
ને જીવનની વિટંબણા ગણી લેજો તમે.
શબ્દ બનીને સત્ય પ્રકાશે અંતર થકી એ,
એને ઉરતણી ભાવના ગણી લેજો તમે.
ઉરનેય હોય છે સુર સમયને સંજોગોમાં,
મળ્યું તેને હશે ઝંખના ગણી લેજો તમે.
વણીને લાગણીમાં શબ્દો પ્રકાશતા કેવા,
એને આપ્તજન કરુણા ગણી લેજો તમે.
વાત હૈયાની હૈયે આવીને જ અટકતીને,
એને એ ઇપ્સિત સપના ગણી લેજો તમે.
-ચૈતન્ય જોશી "દિપક," ઓમ નગર પોરબંદર