મૌનના સાક્ષી
મૌનના સાક્ષી બધાં, પણ સત્યને કોણ માને?
હું જ દોષી ઠર્યો અહીં, મારી વેદનાને કોણ માને?
વિશ્વાસના પંજરમાં બંધાયા, ઘણા હાથ ખાલી થયા,
એ ગુમ થયેલા વચનોના ભારને આજે કોણ માને?
હસતા ચહેરા પાછળ છુપાવું, હું દુઃખ અંદર લઈને,
આ અંતરના ઘાવને, કોઇ આંસુ જોઈ કોણ માને?
હું તૂટ્યો, છતાં અવાજ અંદર જ રહ્યો,
આ ચીસ, આ તોડને, અંતે કોણ માને?
અલ્યા ત્યાં આવ્યો, મારા દુઃખની સાક્ષી બની,
પ્રત્યેક વેદનાને, એ પ્રસંગની આંખ કોણ માને?
પ્રસંગ
પ્રણયરાજ રણવીર