ટૂંકી વાર્તા
---------
દુઃખી માણસ ની ફરિયાદ : હું ભાડે રહું છું, બાળકો માન આપતા નથી. પત્ની નું બીજા સાથે લફરું છે.ક્યાંય થી પણ પૈસા કમાવી ને બધાને બતાવી દેવું છે.. એટલ રોજે શેર બજાર સામે ૯ થી ૩ બેસી રહું છું. ધંધા માં પૂરતી આવક નથી. જો કે સમય પણ ૨ કલાક જેટલો જ આપું છું. ગાડી લેવી છે, બંગલો લેવો છે.. સમય ક્યારે બદલાશે? હવે આશા તમારી જ છે.
અંતર નાદ : ભાડા નું ઘર, પત્ની ,બાળકો, પૈસા, શેર બજાર, ધંધો, ગાડી ,બંગલો, જલ્દી માં જલ્દી બીજા ને બતાવી દેવાની ઈચ્છા, લોકો ના મન માં સમ્માન જગાડવાનો ભાવ અને એના માટે ઊભી કરેલી વ્યાકુળતા આ બધું જ બહાર ના લોકો ,વસ્તુઓ અને ઘટનાઓના અસંતોષ ને કારણે વહોરી લીધેલું દુઃખ છે. આ બહાર ના વિષયો ના લીધે થયેલી વ્યાકુળતા, દુઃખ અને અસંતોષ હમેશા કષ્ટ આપશે..
સૌથી પહેલા અંદર ની બાજુ જો.. તું ફક્ત તારાથી સંતોષી, સુખી થા, તારી જાતને ક્ષમા કર . પોતાના માનસ પર પત્ની,બાળકો તેમ જ અભાવ જોયા કરતા; પોતાને જો. પોતે દુઃખી વ્યક્તિ બહાર સુખ કઈ રીતે આપી શકે. અન્યો થી મળતું દુઃખ સુખ ત્યારે જ અસર કરે છે જ્યારે તમારી અંદર એ દુઃખ સુખ થી અસર પામનાર સ્વભાવ હોય. જો ચુંબક તમારી પાસે હોય તો જ લોખંડ ખેંચાય.
કુદરતી સ્વભાવ પ્રસન્નતા છે. પ્રસન્ન વ્યક્તિ બધી બાહ્ય સમસ્યાઓ પાર કરી જાય છે.