Gujarati Quote in Microfiction by Gautam Patel

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેલેંડર

ઇ.સ. પૂર્વે ૭૩૮ના અરસામાં પ્રાચીન રોમ નગરના સ્થાપક
રોમ્યુલસે માત્ર નગરના રહીશો પૂરતું જ
કેલેન્ડર બનાવ્યું તે ૧૨ નહિ, પણ ૧૦ મહિનાનું હતું.
કેલેન્ડરમાં છ મહિના ૩૦ દિવસોના અને ચાર ૩૧
દિવસોના હતા. યુદ્ધનો દેવતા મંગળ રોમ્યુલસનો આરાધ્ય
દેવ હતો, માટે વર્ષનો પ્રથમ મહિનો Martius/માર્ચ હતો.
આગામી મહિના અનુક્રમે Aprilis, Maius, Junius,
Quintilis, Sexilis, September, October, November અને December હતા. આ સૂચિમાં અંતિમ છ નામો ૫, ૬, ૭, ૮, ૯ અને ૧૦ અંકોનાં લેટિન નામોના આધારે પસંદ કરાયાં હતાં. દા.ત. લેટિનમાં ૭ને Septem કહેવાય, માટે સાતમા મહિનાનું નામ રોમ્યુલસે સપ્ટેમ્બર રાખ્યું હતું.તો પછી સાતમો મહિનો નવમો કેવી રીતે બન્યો ?
બારની જગ્યાએ દસ મહિનાને કારણે રોમ્યુલસના
કેલેન્ડરમાં વર્ષ ફક્ત ૩૦૪ દિવસોનું હતું. વર્ષ
દરમ્યાન વધુ કરવેરા ઉઘરાવી શકાય એ માટે
રોમ્યુલસના અનુગામીએ December પછી
Januarius અને Februarius એમ બે મહિના
ઉમેર્યા. મહિનાના દિવસોમાં પણ ફેરફાર કરી
વર્ષને ૩૫૫ દિવસોનું બનાવ્યું. દર બે વર્ષે
Mercedinus નામનો અધિક માસ
રાખવાનો પણ ધારો પાડ્યો. આમ છતાં
ઋતુચક્ર સાથે મેળ જામ્યો નહિ. આશરે
૭૦૦ વર્ષ પછી જુલિયસ સીઝર
ગાદી પર આવ્યો ત્યારે રોમન કેલેન્ડર ઋતુ કરતાં પણ
ત્રણ મહિના આગળ હતું. આથી તેણે પોતાનું જુલિયન
કેલેન્ડર ઘડી છેવટના જાન્યુઆરી-ફેબ્રુઆરીને માર્ચની
આગળ લાવી દીધા. પરિણામે સાતમો મહિનો સપ્ટેમ્બર
નવમો મહિનો બન્યો.
https://www.facebook.com/share/181irgiRk4/

Gujarati Microfiction by Gautam Patel : 112010084
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now