અછાંદસ કાવ્ય: શિર્ષક: (જીવનનો વળાંક ને નવી દિશા)
સમય
ન તો તે સાથી છે,
ન તો તે દુશ્મન.
બસ, એક અદ્રશ્ય રેતી છે,
જે હથેળીમાંથી સરક્યા જ કરે છે.
આપણે દોડીએ છીએ, થાકીએ છીએ,
પણ એના પગલાંની ધૂળ ક્યારેય બેસતી નથી.
અને જીવનના આ વળાંકો...
એ અચાનક આવે છે,
જેમ નકશામાં ન હોય એવી નદી.
પહેલાં તો ડર લાગે છે,
કે શું થશે હવે? ક્યાં જઈશું?
પણ એ વળાંક જ,
આપણને નવી દિશા આપે છે.
નવો સૂરજ,
નવી હિંમત.
ઠોકર વાગ્યા પછી ઊભા થવું,
એ વળાંકનો સૌથી મોટો પાઠ છે.
ક્યાંય રોકાવું નહીં,
કારણ કે,
વળાંક પછીની શાંતિ જ
"સ્વયમ’ભુ’"સાચી મંઝિલ હોઈ છે.
અશ્વિન રાઠોડ સ્વયમ’ભુ’