એ ઈશ્વર!
મન મુકીને વરસ તુ ભલે, ગમશે
આમ ટીપે ટીપે વરસે તે નહીં ચાલે.
દુઃખ આપવા જ છે તો દરિયા જેટલા આપ ને,
આમ બુંદ બુંદ આપે તે નહીં ચાલે.
એ ઈશ્વર! શું સમજે છે તું?
આમ થોડા સુખમાં હું મલકાઇ
તો શું હું તારી ચાલાકી નથી સમજી.
જાણું છું તારી આ નક્કર દયાને,
કયારે તું બાજી પલટે તે જ જાણ નથી બસ!
આ સુખમાં પણ દુઃખનો અણસાર લાગે છે બસ!
મન મુકીને વરસ તુ ભલે, ગમશે
આમ ટીપે ટીપે વરસે તે નહીં ચાલે
ભુલ નહીં તું ઈશ્વર જન્મથી સમજું છું તને,
દુઃખોની સાથે તું માઁ ની ગોદમાં મુકી ગયો.
મારા ભાગ્યમાં દુઃખો તુ કંડારતો ગયો.
ભલે આપ તું થોડા સુખ જીવનના,
પણ, દુઃખ ખાલી ખોબો ભરીને ના દે.
મન મુકીને વરસ તુ ભલે, ગમશે
આમ ટીપે ટીપે વરસે તે નહીં ચાલે
એ ઈશ્વર! એક ઈચ્છા છે મારી,
તું ખાલી એકવાર મળ મને બસ.
મને દે તકલીફોની મહેફીલો ઘણી ગમશે,
મારા પોતાનાઓ ને સતાવે તુ તે નહીં ચાલે!
મન મુકીને વરસ તુ ભલે, ગમશે
આમ ટીપે ટીપે વરસે તે નહીં ચાલે!
કપિલા