"શરૂઆત કરવી છે."
કોઈ પૂછે તો એક વાત કરવી છે.
ચાંદનીની રાતે અમાસની વાત કરવી છે.
ગળામાં ડુમો બાઝ્યો છે જાળાની માફક,
દુઃખી હૃદયે ગઝલની રજૂઆત કરવી છે.
કોઈ સમજ્યું ન સમજ્યું એ વસવસો નથી,
બીજાને સમજી ન શક્યો,હવે શરૂઆત કરવી છે.
"ગામના મોઢે ગળણા ન દેવાય" એ જાણું છું છતાં,
મારું જ અપમાન શાને થયું, એ વાત કરવી છે.
માનવ મનમાં ફૂલો રોપતો રહ્યો "સાવન",
પોતાનો જ બાગ ઉજાડયો, બસ એ જ વાત કરવી છે.
_સાવન