નવા વર્ષમાં સઘળું નવું હો
જીવન આનંદ નવોનક્કોર હો
વિતેલા દુઃખો સૌ જુના થાઓ
સુખના નવા સૂર્યોદય હો
સ્વાસ્થ્યની સમસ્યા જુની થાઓ
ધનવંતરીના નવા શુભાશિષ હો
નબળી માનસિકતા જુની થાઓ
નવા વિચારો નવો ઉમંગ હો
ન ગમ્યું તે ત્યજો ૨૦૮૧માં
મનવાંછિત તકોનું નવું ૨૦૮૨ હો.
સૌને નૂતન વર્ષાભિનંદન
💐💐🙏🙏💐💐