વિષય: ૨૦૨૫ સારૂ – નરસું
શિર્ષક: સારૂ – નરસું તો સિક્કાની બે બાજુ
આવ્યું હતું ૨૦૨૫, નવી આશાઓ લઈને,
કેટલાંક સપનાં સજાવ્યા, કેટલાંક પડકાર જીલીને.
નવો દિવસ, નવી સવાર, નવી ઊર્જા તણો અહેસાસ લાવ્યું,
૨૦૨૫ અણગમતી ઘટનાઓથી, મનમાં ભાર લઈ આવ્યું.
ભૂતકાળ ભૂલી, ભવિષ્યની રાહ જોઈ, હૃદયમાં પૂર્યો નવો વિશ્વાસ,
જૂની પીડા, ને તકલીફો, યાદ કરી પાછો ભર્યો અંધવિશ્વાસ.
છતાં સંબંધોમાં મીઠાશ વધી, સ્નેહ અને સહકારની છોળ ઉડી,
તોય છતાં વધતી ઇર્ષા ના ડંખે, અશાંતિની છાપ છોડી.
પ્રગતિના પંથ પર ચાલીને, અંતે મળ્યું બધે અવરોધ,
સંઘર્ષની ઘડીઓ મા આખું વર્ષ રહ્યું પ્રતિરોધ.
તંદુરસ્તી રહી સચવાયેલી, ખુશીઓ રહી સદાયે સાથ,
નવા સન્માન, નવી સફળતા, હર પળમાં ઉત્સવનો રહ્યો હાથ.
આપણી ઈચ્છા વિના પણ, સમયનું ચક્ર ફરતું રહ્યું,
સારું-નરસું બેઉ હોય, જીવનની ગતિ એ જ છે તે ૨૦૨૫ કેતુ રહ્યું.
સારૂં-નરસું તો સિક્કાની બે બાજુ, તે સ્વીકારીને આગળ વધતું રહ્યું,
વર્ષને વધાવીને, "સ્વયમ'ભુ" શરીર ક્ષણને જીવતું રહ્યું.
અશ્વિન રાઠોડ (સ્વયમ'ભુ)