🙏🙏દરેકની જીંદગી હંમેશા લાભ માટે વધું ક્રિયાશીલ રહેતી હોય છે.
રહેવી પણ જોઈએ.
લાભ થતો હોય,નફો થતો હોય તો કોને ના ગમે?
કેટલાક લોકો પોતાના જીવનમાં ક્યારેક અમુક ક્રિયાઓ દ્વારા પણ જીંદગીનો સાચો નફો કમાઈ લેતા હોય છે.
કોઈ ભુખ્યા પ્રાણીને પાંચ રૂપિયા નું બિસ્કીટ નું પેકેટ ખરીદી ખવડાવી દે કે પછી કોઈ ગરીબનો જઠરાગ્નિ ઠારીને.
કોઈ પંખીઓને ચણ નાખીને તેમની પાંખો ને થોડો વિરામ અને આંખોને સંતોષ આપીને.
કોઈ જળમાં તરી રહેલી માછલીઓને થોડું પાકું કે કાચું અનાજ નાખી જળનાં ઉંડાણ સુધીની ખુશી પ્રાપ્ત કરી લેતા હોય છે.
આવી તો અઢળક ક્રિયાઓ છે જેના થકી ઘણુંબધું અદશ્ય લાભ રૂપે પ્રાપ્ત થઈ જતું હોય છે.
જેમાં કોઈ બાળકને ચોકલેટ આપીને બન્ને તરફ નો આનંદ પ્રાપ્ત કરી લેવો,કોઈ સારું પુસ્તક કોઈને ભેટમાં આપીને કોઈનાં જીવનનો માર્ગ સકારાત્મક રીતે બદલી કાઢવો.
જીંદગીમાં લાભ જીવંત છે ત્યાં સુધીની ચાહત રાખનાર વ્યવહાર ની એક પરિભાષા નિભાવી જાણે છે.
જ્યારે માનવતાની દષ્ટિએ કરેલ કેટલાક કાર્યો જીવંત રહેતા સુધી ની ખુશી સાથે જ મૃત્યુ પછીના જીવનની મૂડી સાબિત થતાં હોય છે.
જીંદગીમાં ખુદનાં લાભ સાથે અન્યને પણ લાભ થાય તે દષ્ટિએ થતું દરેક કાર્ય ઈશ્વરની પ્રાર્થના બરાબર રહેતું હોય છે.🦚🦚
🚩લાભપાંચમ ની સર્વને શુભેચ્છાઓ 🚩