Gujarati Quote in Book-Review by Gautam Patel

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિશ્વનો સૌથી ઊંચો રેલમાર્ગ 🛤️

દક્ષિણ અમેરિકી દેશ પેરુના લિમા અને વાન્કા શહેરોને
જોડતો ૩૩૨ કિલોમીટરનો રેલમાર્ગ ઇજનેરી અજાયબી
જેવો છે. એન્ડિઝના પર્વતોમાં ૬૭ બોગદાં કોતરીને તેમજ
ખીણો-કોતરો ૫૨ ૫૯ પુલો બનાવીને ૧૦,૦૦૦ ઇજનેરોએ
તેને ૪૦ વર્ષમાં તૈયા૨ કર્યો છે. અમુક પુલો એટલા ઊંચા
છે કે તેમના પરથી પસાર થતી વેળાએ ટ્રેનનો કન્ડક્ટર
બારીના કાચ પર લીલો પડદો નાખી દે છે, જેથી નીચેનું
દૃશ્ય જોઇને પર્યટકો ગભરાઇ ન જાય ! આ રેલમાર્ગનું
સૌથી અજાયબ પાસું સાગરસપાટીથી તેની ઊંચાઇ છે, જે
એક સ્થળે તો ૪,૮૧૭ મીટરના લેવલે પહોંચે છે. આ
ઊંચાઇએ હવામાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય
છે, એટલે ટ્રેનમાં પ્રવાસ ખેડતા મુસાફરોને પ્રાણવાયુના
માસ્ક આપવામાં આવે છે. વિશ્વના સૌથી ઊંચા રેલમાર્ગનો
વર્લ્ડ-રેકોર્ડ પેરુએ વર્ષો સુધી જાળવી રાખ્યો, પણ છેવટે
૨૦૦૭માં તેનો એ રેકોર્ડ ચીનના ઇજનેરોએ તોડી નાખ્યો.
૨૦૦૬માં તેના ઇજનેરોએ ઝિયાંગથી શરૂ કરીને
તિબેટના લ્હાસા સુધીનો ૧,૯૫૬ કિલોમીટરનો રેલમાર્ગ તૈયાર
કર્યો, જે પૈકી ૯૬૦ કિલોમીટર લાંબા પાટા સરેરાશ ૪,૦૦૦
મીટરના લેવલે બિછાવવામાં આવ્યા છે. તંગગુલા ઘાટ નામના
સ્થળે ટ્રેન સમુદ્રસપાટીથી ૫,૦૭૨ મીટરની
ઊંચાઇએ પસાર થાય છે. જ્યાં પાતળી હવામાં પેસેન્જરોને
ઓક્સિજનની કમી ન વરતાય એ ખાતર ઇજનેરોએ ટ્રેનના
પેસેન્જર કમ્પાર્ટમેન્ટને વિમાનની માફક સમદબાવ રાખ્યા છે.
ટ્રેનમાં ડોક્ટરોની એક ટુકડી તૈનાત રાખવાનુંય ચીન ચૂક્યું નથી.
https://www.facebook.com/share/p/19aL4RikRC/

Gujarati Book-Review by Gautam Patel : 111995350
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now