મારી ગુજરાતીમાં વાતો, દર્શન કરવા જાશો
કાશી હોય કે હરિદ્વાર,બસ ગુજરાતીમાં વાતો
મારી ગુજરાતી ભાષા,એમાં તમે શું કહેશો?
કેમ છો એમ બોલે, પછી જ ગુજરાતીને કહેશો
ખમણ ઢોકળા છુંદો, થેપલા સાથે ખાશો?
બસ ગુજરાતીમાં વાતો,ના આવડે એવું ના કહેશો
મારી ગુજરાતી ભાષા, કવિ નર્મદને તો જાણજો
કવિ નર્મદ જયંતિની શુભેચ્છાઓ સહુને કહેજો.
- કૌશિક દવે
- Kaushik Dave