કેટલું મુશ્કેલ છે એને ભૂલવું
જ્યારે એ વ્યક્તિની યાદ આવે,
જે વ્યક્તિ આપણા નસીબમાં નથી હોતી.
એ રાત રાત સુધી એના ફોટાને નિહાળવું,
વારંવાર એના ઓલ્ડ મેસેજ વાંચવા,
ફોનમાં રહેલા એના નંબર ને ડાયલ કરવા તરસતી આંગળીઓ,
જાણું છું કે એ વ્યક્તિ મારા નસીબમાં નથી,
છતાં એને મેળવવાની તાલાવેલી.
બસ એ જ આસ લગાવી બેઠો છું,
ખરેખર કેટલું મુશ્કેલ છે એને ભૂલવું.