તમને મળવાની આસ લઇ નયન શોધવા નીકળે,
હૈયે હરખ લઈ જેમ સુદામા કૃષ્ણને જોવા નીકળે.
તમારું હોવું જાણે મિત્રોના ચહેરા પર સ્મિત હોવું,
તમારી વિદાયથી જાણે આંખો મહી અશ્રુ નીકળે.
આ સફરમાં આપનો સાથ જો ક્ષણભર મળે,
પાનખરમાં જાણે વસંતના વાયરા વહી નીકળે.
મુશ્કેલી જો ગ્રીષ્મના તડકા સમ હોય તો,
આપ જેવા મિત્ર ધોધમાર વરસાદ બની નીકળે.
"સાવન" પ્રેમનું પટાંગણ આપથી ઉજળું હતું,
હવે આંગણું પણ એકલતાની વાત કહી નીકળે.
"સાવન"