ધરતી નું સ્વર્ગ
ભારત મારી ભોમકા તુજને,
કોટિ કોટિ કરું પ્રણામ.
ઉત્તરમાં અડીખમ હિમાલય રહે,
ગંગા પવિત્ર ખળખળ વહે.
કુદરત તારા સૌંદર્યમાં,
મેઘધનુષી રંગ ભરે.
પ્રેમ,ત્યાગ ને શૌર્ય ની કહાણી તારી,
ધરતીનો કણ કણ કહે.
પ્રેમની મુરત સમાં દેશવાસી,
અલગ અલગ તોયે એક બનીને રહે.
સર્વ ધર્મ સમભાવના,
દિલોમાં સદાયે જીવંત રહે.
દુઃખ સુખ ના સાથી બની,
એક બીજાના દિલમાં રહે.
ભેદભાવ સઘળા તજી,
પ્રેમથી બધા સૌને ચહે.
જોઈને તારી પ્રેમ ગાથા,
જગ આખું તુજને ધરતીનું 'સ્વર્ગ 'કહે.
તારી ધરતીએ જનમ પામવા,
દેવો પણ મનુષ્ય અવતાર ધરે.