પળ પળ ને હરપળ સાચવવી કેટલી?
બેફિકરાઇને બારેમાસ બચાવવી કેટલી?
મંજિલ ભલે દેખાય, રસ્તાનો અંત ક્યાં? મળશે કંઈક માની,કાયાને ચલાવવી કેટલી?
ઘોર અંધકારની પણ અલગ જ મજા છે,
સ્વપ્નશીલને એ વાત સમજાવવી કેટલી?
થોડું અજવાળું કોરા રસ્તે દેખાય કાફી છે
અતિશ્યોક્તિની દિવેટને જલાવવી કેટલી?
અમર આત્મા,જોઈ કોણે આ જગતમાં?
આગમના એંધાણથી જિંદગીને ડરાવવી કેટલી?