આજની ચા ભરેલી કવિતા 😊😀
પહેલા જેવી ચા, હવે ક્યાં મળે છે?
ચા સાથેની ચાહત હવે ક્યાં મળે છે?
@કૌશિક દવે
હવે તો મહેમાન બનીએ તો હસીને કહે છે
ઠંડુ પાણી લાવીને, પછી વાત કરે છે
ચા પીવાની આદત હવે ક્યાં છૂટે છે
રેંકડી ની ચા,એક કટિંગ પીવે છે
પ્રેમથી આપે ચા , તો હોંશે હોંશે પીવે છે
ચા સાથેની ચાહત ચા માં ભળે છે
પહેલા જેવી ચા, હવે ક્યાં મળે છે?
દરેક ઘરમાં પેપ્સી, કોકો કોલા જ મળે છે
સવારે ચા પીવાની,આદત ક્યાં છૂટે છે?
ચા પીધા વગર,કબજીયાત રહે છે
@ કૌશિક દવે
એટલે આદત રાખો ચા પીવાની રોજેરોજ
વિશ્વ ચા દિવસની, શુભેચ્છાઓ મળે છે.
@કૌશિક દવે
- Kaushik Dave