Gujarati Quote in Poem by Kaushik Dave

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઈચ્છા રાખી હતી અને ડાયરી લખી
ડાયરીમાં દિલની વાત લખી
@કૌશિક દવે
ડાયરી જોઈને પૂછે છે સૌ કોઈ
ડાયરીમાં તમે શું વાત લખી

પાને પાના હતા કોરાં કોરાં
હૈયામાં હામ નહોતા પૂરાં

એટલે લખી હતી ડાયરી
પણ અધૂરી રહી ગઈ ડાયરી

ડાયરી નું એક રહસ્ય આજે પણ
કેમ પાનાં રહ્યા હતા કોરાં કોરાં

પૂછવાનું મન થયું મને પણ
મન કહે તું દિલને પૂછને પણ
@કૌશિક દવે
પૂછી નથી શકતો હું દિલને
ડાયરી મૂકી દીધી વિલા મુખે

રહસ્યમય ડાયરી જ્યારે વાંચી એણે
હસીને બોલી સમજી શકું છું તને

મારી પાસે પણ છે એક ડાયરી
એ પણ છે તારી જેમ કોરી કોરી

ડાયરીના પાનાં જોઈને,યાદ કરતી હું તને

હવે જમાનો ગયો છે ડાયરીનો
દિલની વાતો કહો દિલ ખોલીને

રહસ્ય છુપાવો તો પણ ન રહે રહસ્ય
મુખ જોઈને કળી શકું હું તને

એ પછી એક સ્મિત સાથે એ હસી
હસતાં હસતાં દુનિયા અમે  જીવી

એને પણ લખતા આવડતું નહોતું
અંગુઠે અમે આખી જીંદગી જીવી

આ રહસ્ય જાણીને ના હસજો
કળી શકો તો એનો અર્થ જાણજો
- કૌશિક દવે


- Kaushik Dave

Gujarati Poem by Kaushik Dave : 111979926
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now