સૌની આંખ માં વસવાની વાત ના કર,
દિવસ ડૂબી રહ્યો છે એની રાત ના કર.
નમ તું નમવાની ના નથી તને પ્રેમ માં પણ,
થઈ શકે તો નીચી તારી કદી જાત ના કર.
ચાલ તું પણ આ દુનિયા ના રંગ માં ઢળીને,
નહી ફાવે તને તું જુદી કોઈ તારી ભાત ના કર.
લડ દુશ્મનો સામે તું તન મન ધન થી પંરતુ,
દોસ્તો ને ક્યારેય પણ તું ખુદ મ્હાત ના કર.
આઘાત અને પ્રત્યાઘાત ના કારણો ને સમજ,
કોઈ ના પર વિચાર્યા વગર કોઈ ઘાત ના કર.
hardik👀