અત્યારના સંજોગોમાં ખાસ જોવા જેવી ફિલ્મ. હકીકત. ચીન નું આક્રમણ 1962 ઓક્ટોબર માં પત્યું ત્યાં સુધી હિન્દી ચીની ભાઈભાઈ આપણે રટતા રહેતા. બહુ ઓછાને ખબર છે કે એ વખતે આપણા ખરાબ દેખાવ પછી પણ ટૂંક સમયમાં લદાખ પચાવી પાડવા બીજો હુમલો થયો જે હવે સતર્ક સેનાએ હિંમતથી ખાળ્યો. એની વાત.
બંકરો, લદ્દાખના ઊંચા પહાડોમાં બરફ વચ્ચે લડાઈ, એ લોકોની લાઇન બંધ કીડીઓની જેમ ફૂટી નીકળતી ટ્રુપ્સ અને આપણું ખડક પાછળ ખાલી રાયફલથી ફાયરિંગ, એ લોકો 25 ફૂટ દૂર હોય તો પણ પહેલું ફાયરિંગ ન કરવાની સૂચના ને એ લોકો સીધો બોમ્બ ફેંકે વગેરે.
ચેતન આનંદ ની ફિલ્મ છે એટલે મઝા આવશે જ, ઉપરાંત આવી વોર ફિલ્મો હિન્દીમાં ખાસ બની નથી.
એ વખતે, 70-71માં કલર ફિલ્મો આવી ગયેલી પણ આ ખાસ બ્લેક એન્ડ વ્હાઇટ જ રાખવામાં આવેલી, to tell the truth in black and white.ધર્મેન્દ્ર, બલરાજ સાહની વી. જરૂર જુઓ.
આ યુ ટ્યુબ લિંક છે જેમાં 30. સેકન્ડની જાહેરાતોને કારણે પોણા ત્રણ કલાકની ફિલ્મ પોણા ચાર કલાક લે છે, બીજે જોવા મળે તો ચોક્કસ જુઓ.
અત્યારે 50 વર્ષથી નીચેની પેઢીને આવું બનેલું ને આવી ફિલ્મ હતી એ જ ખબર નહીં હોય.
https://youtu.be/PU9jtO2igLU?si=TmA9TeJ__ViCYSvn