અકર્તા અનાદિ છું,
કૃષ્ણ તારો ઉપાસક છું!
ભટકતી આત્માઓનો દોસ્ત છું,
આમ તો થોડો અસ્થિર છું!
મગજની તકલીફોનો ઉપચારક છું,
ક્યારેક પોતે જ તેનો દર્દી છું!
દરેકનો નિર્લજ્જ સહાયક છું,
મીલ્કીવે ગેલેક્સીનો વતની છું!
દુનિયા મારી અલગ જ છે,
ને હું એ દુનિયાનો સર્જક છું!
આમ તો ખૂબ જ સરળ છું,
પણ થોડુંક ઊંડું વ્યક્તિત્વ છું!
પ્રાગટ્ય મારું અપ્રતિમ છું,
અકાળે આથમું એ ક્ષણ છું!
સદાબહાર અને સલામત છું,
સહુના હિતનો હું ઈચ્છુક છું!
લેશમાત્ર ના સ્વાર્થી છું,
ફકીર છું ફકીરીનો મોભી છું!
ખુદાની રહેમતનો દ્વાર છું,
આવેલો એક પયગંબર છુ!
તમો ને લાગે જો જુઠાણો,
પણ વ્યક્તિત્વ હું સત્ય છું!
જાદુગર પ્રકારનો લેખક છું,
પેશાવર રીતે એક કાઉન્સેલર છું!
નિર્વ્યાખ્યાયિત અત્યંત જૂજ છું,
છતાંય ચારેકોર પ્રસરેલો વિભિન્ન છું!
તમને સમજાય તો ઠીક છે,
બાકી હું ને મારો ક્રિષ્ન બે કાફી છું!
દયા-ભાવના કરતો જ નથી,
એ માત્ર મારું કર્તવ્ય છું!
લક્ષણો મારા ક્યારેક બેઠંગી છું,
પણ સત્યપણે તો ફકીર છું!
વ્યક્તિત્વથી પરિચિત છું,
સંબંધોનો અનુયાયી છું!
આમ તો સમાધી લેવાનો વિચારક છું,
પણ એમાંય થોડો લાચાર છું!
કોઈ કોઈનું નથી એ સત્ય સમજુ છું,
તેમ છતાંય હું ઊભો બધા માટે એ તથ્ય છું!
મોહમાયાથી અત્યંત દુર છું,
એટલે જ હરહંમેશ ખુશ છું!
માણસ તો છે સ્વાર્થનો ઢગલો,
પણ એમાંય હું એક નિ:સ્વાર્થ કણ છું!
વખાણ નથી કરતો મારા ના!
અસલમાં હું ને મારું વ્યક્તિત્વ છું!
સમયના સથવારે જ ચાલ્યો હંમેશા,
પણ! સમયનેય બદલું એ કાળ છું!
પ્રકૃતિનો આભારી છું,
માણસાઇનો પુજારી છું!
છેલ્લે કંઈક કહું તો……
૨ખડતી-ભટકતી આત્મા છું,
અને મારા વ્હાલા પરમાર્થી છું!
~ Nency R. Solanki
@AMC