નથી મારું એનાથી શું મળે,
હક નથી તો વહાલ શિદ મળે.
લાગણીઓ ને પ્રેમ કેમ મળે!
મોઢું ખોલી વકાશું આભ તરફ,
તરસ છીપાવવા મારા તન ની,
મન નથી એનું તો અમી કેમ મળે!
વ્યસ્ત છે એ એના સૌરમંડળમાં,
સ્થાન અલાયદું શોધવા હું ભટકું,
અંધકારને સ્થાન એમાં કેમ મળે!
ના મને હક જોઈએ ના તું જતાવ,
સાંભળી વીચાર શૂન્ય થઈ ગયો,
ઝાંઝવાનું નીર એ મને કેમ મળે!
- ધબકાર...