માં....ની....શોધ....
આપી ઈશ્વરે અનોખી આપણને ભેટ,
નાભિથી છબી સુધીની ઓળખાણ કરી સેટ ;
કંઈક અમથું આમજ રોવાતું નાનપણમાં,
માતાના હાથ ફરવાથી હસાતું ઘડીક પળમાં.
તડકો આવે કે વરસાદ, કે પછી લાગે ઘણી બીક;
ઢાલ સરીખા એ માંના પાલવથી, થઈ જતુ બધું ઠીક.
અંતર મનમાં હજી અવાજ સંભળાય છૅ,
કે દિકરા સદા ખુશ રહેજે તું ;
'માં' મારી આંખો હવેતો શોધે છૅ તને રોજ,
પણ ક્યાં કરું માં હવે તારી ખોજ ?
©- લી. અંકિત કે ત્રિવેદી 'મેઘ'