Gujarati Quote in Blog by Gautam Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🇨🇭 પાપની કમાણી પર સમૃદ્ધ થતી સ્વિત્ઝર્લેન્ડની બૅન્કો

ઇસુએ ખ્રિસ્તી ધર્મ સ્થાપ્યો, પણ તેઓ પોતે જન્મે યહૂદી હતા અને યહૂદી (હિબ્રૂ) બાઇબલ જ ખ્રિસ્તી ધર્મનો પાયો બન્યું હતું.
યહૂદીઓનો પિતામહ અબ્રાહમ હતો, જેના
પૌત્રનું નામ ઇઝરાયેલ હતું. ઇઝરાયેલને ૧૨
દીકરા હતા અને જગતના બધા યહૂદીઓ તે
બાર જણાના વંશજો હોવાનું કહેવાતું હતું.
યહૂદી પ્રજા જાણે શાપિત હોય એમ
સેંકડો વર્ષે તેણે પરદેશી સમ્રાટોની ગુલામીમાં વીતાવ્યાં, પોતાનું
વતન ગુમાવ્યું અને નિરાશ્રિત તરીકે રશિયા તથા યુરોપી દેશોમાં
વસ્યા પછી ત્યાં તેમણે આર્થિક તેમજ સામાજિક અન્યાય
સહેવાનો વારો આવ્યો. બધા દેશોમાં એ તિરસ્કૃત બન્યા.
આ પ્રજાનું દુર્ભાગ્ય એ કે જન્મે યહૂદી એવા ઇસુએ જે ખ્રિસ્તી
ધર્મ સ્થાપ્યો તે યુરોપભરમાં પ્રસરી ચૂક્યો હતો. ઇઝરાયેલના
૧૨ પુત્રોના વંશજ યહૂદીઓ પોતાનો ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા તૈયાર ન હતા. લગભગ દરેક યુરોપી દેશમાં પ્રજા પર વર્ચસ્વ ત્યાંના રાજાને બદલે ખ્રિસ્તી ચર્ચનું હોવાને લીધે યહૂદીઓ પ્રત્યે ચર્ચની નારાજગીનો ચેપ
પ્રજાને લાગ્યો. ઇઝરાયેલના વંશજોનો પણ
અમુક હદે દોષ ખરો, કેમ કે નવો દેશ
અપનાવ્યા બાદ ત્યાંની સ્થાનિક પ્રજા સાથે
તેઓ ભળ્યા નહિ. ધાર્મિક તહેવારો અને
પરંપરા મુજબ જ રાંધવું, સાંસ્કૃતિક રૂઢિને
અનુસરવું, સિનેગોગ કહેવાતા પોતાના
દેવળે જવું, અમુક જાતનો પોશાક પહેરવો
વગેરે રીતભાતો અને રિવાજો ખાતર
યહૂદીઓ જે તે શહેરના અલિપ્ત લત્તામાં
પોતાનો અલગ ચોકો રચીને વસ્યા.
આ પગલું યહૂદી લોકોએ સ્વેચ્છાએ
ભર્યું, પણ ત્યાર પછી ૧૬મી સદીમાં વડા
ખ્રિસ્તી ધર્મગુરુ પોપ પોલે યહૂદી લોકોને
અલગ વિસ્તારમાં રહેવાની ફરજ પાડતો
આદેશ જારી કર્યો. તેઓ
બીજા દરજ્જાના નાગરિકો હતા. જમીન
ખરીદવાની, મોભાદાર લેખાતા વ્યવસાયો
ચલાવવાની કે ખેતી કરવાની પણ છૂટ નહિ.
બધા કાયદા તેમને આર્થિક રીતે બે પાંદડે થતા
રોકી કાયમી ગરીબીમાં રાખવા માટેના હતા.
હિલટરે જો કે પોતાની ‘મારો સંઘર્ષ' નામની આત્મકથામાં તેનો ફોડ પાડ્યો, ખ્રિસ્તી ચર્ચના આદેશ મુજબ રોમન કેથોલિકોને વ્યાજે નાણાંની ધી૨ધા૨ ક૨વાની છૂટ ન હતી. चर्चे વ્યાજને અનૈતિક ઠરાવ્યું હતું, કેમ કે નાણાકીય ભીંસમાં મુકાયેલી વ્યક્તિના માથે તેને કારણે વધુ આર્થિક બોજ આવતો હતો.
યહૂદી ધર્મમાં એવી પાબંદી ન હતી, એટલે જર્મની સહિતના
યુરોપી દેશોમાં તેઓ વ્યાજે નાણાં ફે૨વવાનો
ધંધો કરતા હતા. હિટલરે આત્મકથામાં લખ્યું
કે મહેનત કર્યા વગર અનુત્પાદક રીતે પૈસા
કમાવાનું દૂષણ યુરોપમાં ન હતું, પણ યહૂદી
પ્રજાએ તે દાખલ કર્યું. વ્યાજ પર વ્યાજ્
ગણવાનો ચક્રવૃદ્ધિ ધારો પણ તે પ્રજાએ શોધ્યો
યહૂદીઓ વખત જતાં મોટા ગજાના મૂડીદારો બન્યા. વિવિધ રજવાડાંમાં વહેંચાયેલા જર્મનીમાં તેમને ફળદ્રુપ મેદાન મળ્યું, કેમ કે અર્થવ્યવસ્થા સુયોજિત ન હતી અને નાણાકીય કટોકટી વખતે સામેવાળાની ગરજ મુજબ વ્યાજનો દર નક્કી કરી શકાતો હતો. હિટલરે આત્મકથામાં નોંધ્યું તેમ રાજ્યો-રજવાડાંના શાસકો પણ ધિરાણ
માટે યહૂદી શાહુકારો પર અવલંબવા લાગ્યા ત્યારે તેમનું
પતન થવા માંડ્યું, કેમ કે શાહુકારોએ ગરજાઉ શાસકો પાસે
ઘણી જાતના અધિકારપત્રો લખાવી લીધા. પૈસેટકે તેઓ ઓર
સમૃદ્ધ બન્યા. હિટલરે એ વાતે પણ ઉભરો કાઢ્યો કે યહૂદીઓ
ઉત્પાદનના ક્ષેત્રે કશું યોગદાન આપ્યા વગર બીજાની મહેનત
પર ચરી ખાતા હતા.
આ ફરિયાદ સાચી હતી, પરંતુ સામી તરફ એ વાત પણ
સાચી કે યહૂદીઓ માટે અમુક વ્યવસાયોના અને ધંધાના
દરવાજા કાયેદસર રીતે બંધ હોવાને કારણે તેઓ નાણાંની
ધીરધાર કરવા તરફ વળ્યા હતા.
https://www.facebook.com/share/p/1DSP6iZEEn/

Gujarati Blog by Gautam Patel : 111972395
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now