*યાદ રાખશો..બરકત માત્ર પૈસામાં વધારો થવાથી નથી થતી..*
◆ એક મહિનો કે બે-ત્રણ મહિના નીકળી જાય અને તમને ડોકટરના પાસે જવું જ ન પડે તો..આ પણ બરકત છે..કેમકે ભગવાને પૈસામા નહીં તમારી તંદુરસ્તીમાં બરકત આપી દીધી..
◆ ૠતુ બદલાઈ જાય વરસ પુરુ થઈ જાય અને તમને પાછલા વર્ષનાં ગરમ કપડાં ચાલી જાય અને નવા કપડાં ન લેવા પડે તો..આ પણ બરકત છે..
◆ તમે થોડું ખાવાનું ખાવ અને ધરાઈ જાવ..તમારા ઘરે મહેમાન આવે તો ઘરમાં પકાવેલુ ખાવાનું પુરતું થઈ જાય એ સાથે તમારા ખાવાની એક વધારાની પ્લેટ કોઈ જરૂરતમંદના કામમાં પણ આવી જાય તો..આ પણ બરકત છે..
◆ તમે સુઈને ઊઠો તોપણ તરોતાજા હોવ,મન પ્રફૂલ્લિત હોય,શરીર સ્વસ્થ હોય અને ઓછી ઊંઘ મળી હોય તો પણ તમે ખુશ હોવ તો..આ પણ બરકત છે..
-જીજીવીષા