પથીક તુ ચેતજે પથના સહારા પણ દગો દેશે
ધરીને રૂપ મંજીલનુ ઉતારા પણ દગો દેશે !
મને મજબુર ના કરશો નહી હું વિશ્વાસ લાવુ
અમારા નો અનુભવ છે તમારા પણ દગો દેશે !
હું મારા હાથથી નૌકા ડુબાડી દેત મઝધારે
ખબર જો હોત મુજને કે કિનારા પણ દગો દેશે !
ઠરી જશે એ હમણાં એમ માની મે ના ઠાર્યા
ખબર નોતી આ નજીવા તિખારા પણ દગો દેશે !
હું જાણુ છુ છતા નિશદિન લુટાવા જાવ છુ નાઝીર
શિકાયત ક્યાં રહી કે આ લુટારા પણ દગો દેશે !