નાજુક હદય છે મારુ
એને તડકાની કીરણ થી ના જલાવ તું
ખબર છે મને તું
કેટલો પ્રેમ કરે છે ...
આમ રોજ મને
આવીને ન સતાવ તું.....
રોજ સુરજ ઉગે ને
એની કીરણોના પ્રકાશ થી અજવાસ
ફેલાય છે એમ
તારા આગમન થી મારુ હદય મલકાઈ
કરીયે છે રોજ
આપણે પ્રેમ ભરી અનોખી વાતો...
વર્ણવી ન શકીયે
એવી અણધારી ચાહત છે આપણી...
હરેક ચાહતના શબ્દો માં
તારો ભરપૂર પ્રેમ ભર્યો છે.......
હરેક ધડકન તારી
સાથે જોડાઈ ગઈ છે હવે તો
શ્વાસ બની તું
રોજ આવે છે મને પ્રેમ કરવા
અદભુત હોય છે
આપણા ભીંજાયેલ હોઠોનું મીલન...
સુંદર પળ હોય
છે એ પ્રેમ ની જ્યારે તું આલિંગન આપે....
એક એક શબ્દ માં
તારી પ્રેમ ભરી લાગણીઓ રહી..
તારી લાગણીઓ વરસાવા
તું મૂકત મને પ્રેમ કરવા આવજે..
તારા હર એક સ્પર્શ માં
તારી મહેક ની હાજરી હશે..