વિચારોનું વૃંદાવન તો બાગમાં જ ઉગ્યું.
કૃષ્ણએ વાંસળીના તાર પ્રણયથી છેડ્યા.
કેમ કરી રોકે પોતાનું મન ઓ રાધા રાણી.
લાખો કરોડોની મેદનીમાં તું એક જ હતો.
ખોબલે ખોબલે ડોડીયા પ્રણય કેરા રંગ.
કેમ કરી રોકે પોતાનું હૈયું ઓ રાધા રાની.
મનમોહન મૂર્તિ તારી, પ્રેમ નયન છલકાઈ.
એક જ મુસ્કાન તારી શ્વાસને આપે જીવંતદાન.
કેમ કરી રોકે વેદનાં પોતાના ઉરનાં અરમાન.
સ્પર્શ વાગ્યો તારો એવો અંતર મનમાં મને.
હજુ ડોલે છે આયખું મારુ તારી યાદમાં.
કેમ કરી રોકે આ આશ્રુની ધારને વેદનાં...
🌹 કલમ મારી પ્રતિસાદ તમારો 🌹