ઈચ્છાઓ ના કશાની હતી. કોને ખબર છે?
મારી ય જિંદગાની હતી.કોને ખબર છે?
ના કમાવવાની ચિંતા ના ઘરની ફિકર,
બાળઅવસ્થા ખૂબ મજાની હતી કોને ખબર છે?
એકબીજાની પ્રીતમાં મગ્ન હતા,
પળો એ નશાની હતી કોને ખબર છે ?
થોડી ઘણી હોય તો ભૂલી પણ જાઉં,
યાદો એમની વિઘાની હતી કોને ખબર છે ?
દોસ્તી પ્રેમમાં ફેરવાઈ ને પથારી ફરી ગઈ,
કહાની ફક્ત વાર્તાની હતી કોને ખબર છે ?
પીયૂષ જે જુદાઈ પછી તબાહ થઈ ગયો,
જિંદગી ક્યારેક મજાની હતી કોને ખબર છે?
પીયૂષ ગોસ્વામી..