આ ભાર.
આભાર.
એક માત્રા ની જગ્યા,space મૂકીએ એટલો જ ફરક શબ્દ ના સંપૂર્ણ ભાવ ને સંપૂર્ણ વિરોધી બનાવી દે છે.
Space.જગ્યા.
એક માત્રા જેટલી જગ્યા.
લાગણીઓ અને અભિમાન નો ફરક.
આભાર એટલે શું?
ઋજુતા-ઋણ નો અહેસાસ.
નમ્રતા.સુવિચાર
પ્રેમ,સમજણ,સંપ,દાસત્વ,મદદ ની ભાવના નો અહેસાસ. ક્યાંક શરણાગતિ પણ. વગેરે કહી શકાય તેવી સકારાત્મકતા.
આ ભાર
એટલે ? આભાર નું સંપૂર્ણ વિરોધાભાસી.
અપકાર,અભિમાન,બોજ નો ભાવ,નફરત ની લાગણી,કુવિચાર
માત્ર એક space થી.
એક અંતર થી.
અંતર.
અંતર જસ્તો બધું કરાવે છે.
અંતર બે હૃદય વચ્ચે.
અંતર સમજણ અને અણસમજન વચ્ચે.
અંતર માન અભિમના વચ્ચે.
અંતર વિશ્વાસ અને અવિશ્વસ વચ્ચે.
અંતર પ્રેમ અને નફરત વચ્ચે
બસ આટલું જ અંતર પડે છે.
એક space જેટલું.દિવાલ દિવાલ...
જ્યારે બે હૃદય વચ્ચે બુદ્ધિ કે તર્ક નું અંતર પડે ને ત્યારે
આભાર અને આ ભાર નો તફાવત સર્જાય છે.