એક નાની ઢીંગલી
એક નાની ઢીંગલી છે.
ખૂબ મઝા ની બિન્દાસ અને ખૂબ જ આકર્ષક,ખૂબ જ તેજસ્વી.
નાનપણથી જ તે અત્યંત પ્રભાવિક છે.
તેની બોલવા ચાલવાની રીત ભાત.
એકદમ અલગ છે.
ખૂબ જ આનંદ અને પ્રેમ થી હસતી રમતી તે ઉછેરાઈ રહી છે.
તેનાં માં રહેલ આવડત,પ્રેમ,આત્મવિશ્વાસ અને જ્ઞાન થી એ સૌ ની લાડલી થઈ ગઈ છે.
બાળપણ થી અભ્યાસ માં દરેક વિષય માં 100 માંથી 100 કે 99 જ માર્ક્સ લાવે છે.
ખૂબ જ નિર્દોષ,પ્રેમાળ,ચંચળ એ દિકરી ખુલ્લા આકાશ માં ઉડે છે.
તેના મિત્રો માં દાદાગીરી થી રહે છે.
જો કોઈએ ભૂલ થી પણ ખોટી દાદાગીરી કરી તો એની દાદાગીરી આગળ કોઈ ન ટકે.
અરે એક વાર તો શું થયું સાંભળો ને.
આ દિકરીનું ઘર પોળ માં છે.આ દિકરી ઘર માંકામ કરતી હોય છે.બહાર કેટલાંક બાળકો દોડાદોડી કરી ,બુમાબુમ કરી રમત રમતાં હોય છે.કેટલાક મજીઓ માસીઓ ઓટલાં પર બેઠાં બેઠાં ગામ ગપાટા મારતા હોય છે.
આ દિકરી, એના મમી,બા ,મોટી બેન પાપા એમ કુટુંબીજનો સાથે ઘર માં કોઈક કામ કરી રહી છે..અને અચાનક એનો નાનો 8..9 વરસ નો એનો ભાઈ રડતો રડતો આવ્યો..એટલે સૌ થી પહેલી આપણી આ દિકરી નો વહાલો નાનો ભાઈ છે. આંખ નો તારો છે. અને પોતે પાછી દાદી છે...એટલે તેને તરત ભાઈ તરફ વળી પૂછ્યું કેમ રડે છે? શું થયું ?
ભાઈ એ કહ્યું પેલાં રણછોડીયા જોડે ઓપિંગો બેઢીંગો રાખ્યો હતો.અને હું નિશાળે થી આવતો હતો ને એણે મને ખોટી રીતે ઓપિંગો કરી પાછળ થી પીઠ માં જોરથી ગુંબ્બો માર્યો છે.
કેમ ખોટી રીતે ?મોટી બેને ઉલટ તપાસ શરૂ કરી.
મારો અત્યારે વારો ન હતો.એને મને આવી રીતે મારવાનો ન હતો. તો પણ એણે માર્યું.
બસ.
પછી શું.બહાર તરફ દોડી પેલા રમતાં બાળકો માં જઇ રણછોડ નામ ના છોકરા ને પકડ્યો .થોડી બોલા બોલી થઈ,ત્યાં બેસેલા માસીઓ એ પણ દૂર બેઠાં બેઠાં એય બેય જણા ઝઘડો ન કરો ચાલો...ભૂલી જાવ.
પણ ભૂલે એ બીજી.
આ દીકરી એ તો રણછોડીયા ને પકડી ને કહ્યું કેમ મારભાઈ ને ઓપિંગો કર્યો?
કેમ એને ખોટી રીતે માર્યો ?બોલ ? બોલ નહિ તો હું તને ગુમ્બો મારીશ.
પેલો રણછોડીયો પણ ખોટી દાદાગીરી કરવા લાગયો અને આ દિકરી નો હાથ છોડવી ભાગ્યો એનાં ઘર તરફ.
આપણી ઝાંસી ની રાણી પણ દોડી એની પાછળ,, ડહેલુ વટાવ્યુ, ચોક વટાવ્યો, બને પુર જોર માં દોડે છે..પેલો રણછોડીયો અને એની પાછળ ઝાંસી નીરાણી બન્ને પુર જોર થી દોડે છે. દોડ પકડ રમે છે.પેલો રણછોડીયો એના ઘરનો દરવાજો ખોલી,ઘર નો ચોક વટાવી, દાદર ચઢી. પરસાળ વટાવી પહેલો રૂમ વટાવી જ્યાં એના પપ્પા અને મોટો ભાઈ tv જોતાં હતાં.. તેમને વટાવી ફૂલ સ્પીડ માં રસોડા માં દોડ્યો એની મમી અને બે મોટી બહેનો રસોડા માં રસોઈ કરતાં હતાં તે મમમી પાછળ સંતાઈ ગયો.આપણી રાણી પણ એજ ઝડપે એની પાછળ દોડી..દાદર ચઢી..પરસાળ વટાવી,પહેલા રમ મા રણછોડીયા ના પપા અનેભાઈ નેઅવગણી એટલી જ પુરપાટ ઝડપે રસોડા તરફ દોડી..એની મમી ની પાછળ સનતાયેલ રણછોડીયા ને ખેંચ્યો..રણછોડીયા ની બેય બહેનો અને મમી હજુ એનેરોકે ત્યાં તો બધાં ને હંફાવી રણછોડીયા ને એના ઘર માં એના ઘર ના ની સામે છેક રસોડા માં ઘુસી ઓપિંગયા નો જોરદાર ગુમ્બો મારી અને પછી રણછોડીયા ના ઘર ના ને કેમ માર્યો એ વાસ્તવિકતા જણાવી કહે આજ પછી બીજી વાર માર ભાઈ નેખોટી રીતે મારતો નહિ.એમ કહી
સિંહણ ની માફક દાદાગીરી થી બહાર નિકીલી એનાં પોતાનાં ઘરેજય..ભાઈ ને કહે.
આજ પછી બીજી વાર મારશે નહિ...
આવી શૂરવીર...
અરે હજુ એક કિસ્સો કહું સાંભળો ને...
આ ઝાંસી ની રાણી એનાં મોટા બેન સાથે રોજ લોકલ બસ માં સ્કૂલે જાય.
રસ્તા માં કેટલાંક મવાલીઓ એની મોટી બેન ને રોજ ચસમિશ કહી ચીડવે અને ભાગી જાય.
એક દિવસ બસ આવી આ બન્ને દિકરીઓ બસ માં ચઢી..બન્ને ની પીઠ પાછળ વજનદાર દફતર લટકાયેલા છે હાથ માં પાણી ની બોટલ છે.
આ ઝાંસી હજુ એક પગ જ બસના પહેલા પગથિયે મૂકે છે ને પેલાં મવાલીઓ બાજુ માથી સાયકલ પર પસાર થયા ને એય...યયય ચશમિશ....કહી પુર ઝડપે સાયકલ હનકાવી...
આપણી ઝાંસી નો પિત્તો આજે તો ગયો જ હતો..ઊંચો કરેલો પગ પહેલા પગથિયે થી હેઠો મેલ્યો..પુર ઝડપે પેલાં મવાલીઓ ની સાયકલ પાછળ દોડી...દોડતાં દોડતા જ પીઠ પર નું દફ્તરને પાણી ની બોટલ રસ્તા પર ફેંકી...ચાર રસ્તા સુધી દોડી..ચાર રસ્તા પર સવાર ના 6 વાગે આ રાણી એ પેલાં સાયકલ સવારો ની સાયકલ પછાડી,એ મવાલીઓ ને જે ઢીબેડયા છે...જે ઢીબેડયા છે...બોલ મારીબહેન નેફરી ચસમિશ કહીશ..?બોલ કહીશ? રોડ પર બધાં ભેગા થઈ ગયા..બસ વાળા બસ માંથી ઉતરી આ ઝઘડો રોકવા લાગ્યા...પણ આપણી રાણી કોઈ ની ઝાલી રહે ? પેલાં મવાલીયો એ માફી માંગી ભાગ્યા...ત્યારે આ રાણી બસ માં ચઢી.
5 ..6 ધોરણ મા ભણતી આવી શૂરવીર દિકરી ની જીવન વાત સાંભળીએ....
ક્રમશ