Gujarati Quote in Microfiction by Gautam Patel

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચૂંટણી ફંડ 🗳️

સ્વતંત્ર ભારતના સર્વપ્રથમ ભારતીય ગવર્નર-જનરલ ચક્રવર્તી
રાજગોપાલાચારીએ (રાજાજીએ) ભારત પ્રજાસત્તાક થયાના
દસેક વર્ષ બાદ Swatantra party નામનો રાજકીય પક્ષ
સ્થાપ્યો. (રાજગોપાલાચારી એટલે ગાંધીજીના પુત્ર દેવદાસ ગાંધીના સસરા.) પહેલીવાર કોંગ્રેસ સામે વિરોધપક્ષ જાગ્યો.
શાસક નેહરુ સરકાર હાડોહાડ
સમાજવાદી એટલે કે સહેજ
ડાબેરીની સરખામણીએ મુક્ત
બજારનીતિમાં માનતી સ્વતંત્ર
પાર્ટી જમણે૨ી, માટે દોન ધ્રુવ જેવી
સ્થિતિ બની. નેહરુએ બે કે ત્રણ
વખત સ્વતંત્ર પાર્ટીની આર્થિક
નીતિની વિરુધ્ધમાં નિવેદન આપ્યું.
૧૯૬૧માં ચક્રવર્તી રાજગોપાલાચારીએ ઉદ્યોગપતિ
જે. આર. ડી. તાતાને પત્ર લખી
ચૂંટણી માટે ફાળો માગ્યો. આ
વાત જાણ્યા પછી નેહરુએ તેનો
વિરોધ કર્યો સ્વતંત્ર પાર્ટી પ્રત્યે નેહરુને અણગમો હોવાનું જાણતા જે. આર. ડી. તાતાએ પારદર્શિતા અને નિષ્ઠા-ન્યાય ખાતરતેમને પત્ર લખી જણાવ્યું કે તાતા ગ્રુપ કોંગ્રેસને ચૂંટણી માટેફાળો આપે છે, પરંતુ લોકશાહીના હિતમાં સ્વતંત્ર પાર્ટીને પણહવે તે ફાળો આપવાનું છે.
પત્રમાં જે. આર. ડી. તાતાએ જરાય ખેંચકાટ વગર ખુલાસો
કર્યો કે મજબૂત વિરોધપક્ષ જો ન હોય તો લોકશાહીનું ફૂલ
પૂરબહારમાં ખીલે નહીં. સ્વતંત્ર પાર્ટી એકમાત્ર વિરોધપક્ષ
છે, માટે તેને સશક્ત બનાવવા તાતા ગ્રૂપ સ્વતંત્ર પાર્ટીને
ફંડ આપવું તાતા ગ્રુપનું દાયિત્વ છે.
બીજા ઉદ્યોગપતિઓ ગુપ્ત રીતે
સ્વતંત્ર પાર્ટીને ફંડ આપતા ત્યારે જે. આર. ડી. તાતાએ સામે
ચાલી નેહરુને જાણ કરી દીધી. પરિણામ શું આવે તેની જે.
આર. ડી. ને પરવા ન હતી.
વર્ષો પછી આજે સાવ વિપરીત સ્થિતિ છે. બંધ નાળિયેર
જેવા ચૂંટણી બોન્ડના સ્વરૂપે રાજકીય પક્ષોએ અનુદાનો
લીધાં છે. નાળિયેર કોણે આપ્યું,
અંદર મલાઇ કેટલી છે અને કયો
રાજકીય પક્ષ તે મલાઇ ખાવાનો
છે તે લોકશાહી દેશના નાગરિક
મતદાતાઓ જાણી શકતા નથી.
કંઇ નહિ તો સુપ્રિમ કોર્ટે સ્ટેટ
બેન્ક ઑફ ઇન્ડિયાને નામો જાહેર
કરવાનું ફરમાવ્યું તે પહેલાં સાતેક
વર્ષ સુધી ફંડ દેનાર ભામાશાઓનાં
નામો અને ફંડ લેનાર રાજકીય
પક્ષોનાં નામો ગુપ્ત જ રહ્યાં.
https://www.facebook.com/share/p/1FWsS83pB4/

Gujarati Microfiction by Gautam Patel : 111966653
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now