Country Of Women 👩
એવા યુદ્ધ વિશે છે કે જેમાં કલ્પનાતીત હદે
જાનહાનિ થયા છતાં તેને વિગ્રહોની તવારીખમાં યોગ્ય સ્થાન
અપાયું નહિ. ૧૮૬૪થી શરૂ કરીને ૧૮૭૦ સુધી લડાયેલું તે
યુદ્ધ War of the Triple Alliance તરીકે ઓળખાયું, કેમ
કે દક્ષિણ અમેરિકાના ત્રણ દેશો અનુક્રમે બ્રાઝિલ, ઉરૂગ્વે તથા
આજેન્ટિના ગઠબંધન / alliance રચી પારાગ્વે
દેશ પર સામટા ત્રાટક્યા.
પારાગ્વેના શંકાશીલ તેમજ આપખુદ રાજકર્તા
ફ્રાન્સિસ્કો સોલાનો લોપેઝને સતત ડર રહેતો કે
બ્રાઝિલ તથા આર્જેન્ટિનાભેગા મળી પારાગ્વેને
ગળી જવા માગતા હતા. ઉરૂગ્વે ૫૨ પણ તેને
ભરોસો ન હતો.
નવેમ્બર ૧૧, ૧૮૬૪ની તારીખે બ્રાઝિલની સ્ટીમર
પારાગ્વે નદીમાં પ્રવાસ ખેડી રહેલી ત્યારે ફ્રાન્સિસ્કો લોપેઝ
માની બેઠો કે તેમાં યુદ્ધ માટેનાં શસ્ત્રો ભરેલાં હતા. આથી
તેણે પોતાની શસ્ત્રસજ્જ નૌકા મોકલી તે સ્ટીમરનો પ્રવાસ
રોકી પાડ્યો એટલું જ નહિ, પણ સ્ટીમરના બધા નાવિકોને
ગિરફ્તાર કર્યા. બ્રાઝિલ વિફર્યું. હુમલા માટે લશ્કર મોકલ્યું.
ઉરૂગ્વે તથા આર્જેન્ટિનાએ પણ પારાગ્વેનો અમુક પ્રદેશ
આંચકી લેવાનો મોકો લીધો. યુદ્ધ સળગ્યું, જેણે પારાગ્વેનો
નકશો સમૂળગો બદલી નાખ્યો. ઇતિહાસકારોએ પારાગ્વે
માટે country of women શબ્દો વાપર્યા
પાંચ વર્ષ સુધી લંબાયેલા War of Triple Alliance
માં પારાગ્વેએ તેનો ૧,૪૦,૦૦૦ કિલોમીટર જેટલો પ્રદેશ
ગુમાવી દીધો. પારાગ્વે હારી ચૂક્યું હોવા છતાં બ્રાઝિલ, આર્જેન્ટિના તથા ઉરૂગ્વેનાં લશ્કરોએ ત્યાર પછીયે જે
હિંસાખોરી આચરી તેને જનસંહાર કહી શકાય એવી હતી. પારાગ્વેના ૭૦% પુરુષ સૈનિકોનો તથા પુરુષ નાગરિકોનો તેમણે ભોગ લીધો. લડાઇનો આરંભ થયો ત્યારે પારાગ્વેની વસ્તી ૫,૨૫,૦૦૦ હતી. ૧૮૭૧માં તેની સમાપ્તિ વખતે ફક્ત ૨,૨૧,૦૦૦ જેટલી રહી જવા પામી. આમાં પુરુષોની સંખ્યા ફક્ત ૨૮,૦૦૦ હતી. બાકીની સ્ત્રીઓ હતી.
પારાગ્વેની સામાજિક વ્યવસ્થામાં ટ્રેજિક બદલાવ આવ્યો,
જેમાં વર્ષો સુધી gender equality તરીકેનું સંતુલન ફરી
સ્થાપિત થવાનું ન હતું.
https://www.facebook.com/share/p/14mbYUiuyN/