લાગણીઓ વ્યકિત માટે કે વ્યક્તિત્વ માટે?
આ સવાલ હંમેશા મને થતો રહ્યો છે. જ્યાં સુધી કોઇપણ વ્યક્તિ in line હોય ત્યાં સુધી બધુંજ સમુ અને સીધું ચાલી રહ્યું હોય. કારણ કે સામેનું પાત્ર આપણે વિચાર્યું હતું એવું છે અને એનું વ્યક્તિત્વ જ આપણને એટલે ગમ્યું હતું કે એ વ્યકિત આપણી ઈચ્છાનું હતું.
જેવું એ વ્યકિત આપણી ઈચ્છાથી પર થાય કે આપણે ધાર્યું હતું, આપણે ઇચ્છ્યું હતું એવું વર્તન ન કરે તો આપણે ધીમે ધીમે એનાથી દુર થતા હોઈએ છીએ.
કદાચ આ દૂર થવાની પ્રોસેસ લાંબી કે ટુંકી હોઇ શકે એ દરમિયાન આપણે એને અહેસાસ અપાવતા રહીએ કે હું અહીજ છું તારા સાથે જ છું પણ શું ખરેખર એવુંજ છે?
કદાચ આ પ્રક્રિયામાં આપણને બીજું કોઈ વ્યક્તિ મળી જાય તો આપણે જાણે અજાણ્યે એને વધુ Attension આપીએ છીએ ને જે જૂનું વ્યક્તિ હતું એ સાથે તો હોય પણ સંબંધ ક્યાંકને ક્યાંક હાંસિયામાં ધકેલાઈ જાય છે.
પછી એ વ્યક્તિ હોય ના હોય ફેર પડતો નથી કારણ કે એ વ્યક્તિનું વ્યક્તિત્વ હવે એ નથી જે જોઈતું હતું. એકાંત, વિચારો, દુઃખ, અસ્ત...
ધબકાર....