ફરીથી એજ આનંદનો, તહેવાર આવ્યો,
આ વર્ષનો પહેલો ઉમંગ ઉત્સાહ આવ્યો.
તું હું મળ્યા હતા એ વેળાની યાદો બનવા,
થઈ અલગ અલગ રંગનો શણગાર આવ્યો.
હાથમાં રાખી હાથ બેઠા હતા અગાશી પર,
જોતાં હતાં સ્વપ્ન, પળનો હિસાબ આવ્યો.
દાયકાઓ વીતી ગયા તોય રહ્યો એ રંગીન,
ફરીથી હર્ષ ઉલ્લાસમાં ડૂબાડવા એ આવ્યો.
ધબકાર...