તમને સમય નથી અને મારો સમય નથી ,
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી !
વિસરી જવું એ વાત મારા હાથ બહાર છે,
અને યાદ રાખવું એ તમારો વિષય નથી!
રોકી રહી છે તમને તમારી શરમ અને ,
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી !
હું ઇન્તજારમાં અને તમે હો વિચારમાં,
એ પણ છે શરૂયાત કે આખરી પ્રલય પણ નથી!
એવું નથી કે એળે ગઈ મારી જંખના,
એવું નથી કે સાવ તમારે હૃદય નથી!