"સાંજ"
સાંજની ઢળતી સૌગાત ભરી નઝર મને ગમે છે,
આથમતા સુરજની કેસરી કિરણ મને ગમે છે.
ઢળતી સંઘ્યાએ મંદિરમાં વાગતી ઝાલર મને ગમે છે,
ને સંધ્યા થતા જ દરિયાના શાંત થતાં મોજાઓ મને ગમે છે.
સાંજની હુફાળી ટાઢકમાં વલોવાતું હૃદય મને ગમે છે,
આથમતી સાંજના સુરજનો આસમાની રંગ મને ગમે છે.
ખીલીને ચારે કોર ફેલાયેલું આ સાંજનું સ્મિત મને ગમે છે,
હૃદયના અભરખાઓને ઉજાગર કરતી આ સાંજની રીત મને ગમે છે.
ને વાટી ઘૂંટી અને પીસીને આટોપી લેવાયેલો આબેહૂબ રંગ મને ગમે છે,
ને એક રસ થઈ ને નિચોવાતી સાંજની મહેક મને ગમે છે.
સાંજને પરસ્પર જોડતો સુરજ ને આકાશ વચ્ચેનો એ નજારો મને ગમે છે,ને સાંજની કિરણો વચ્ચેથી ઉભરાતી એ ટહુકા ભરી રાત મને ગમે છે.
કે સાંજની ઢળતી સૌગાત મને ગમે છે,
ને આથમતા સૂરજની કેસરી કિરણ "સ્વયમ'ભુ "મને ગમે છે..!
- અશ્વિન રાઠોડ - સ્વયમ'ભુ