Gujarati Quote in Poem by Urmeev Sarvaiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું એક મારી કવિતા શોધું છું,
મળે પ્રાસ તેવો સંગાથ ગોતું છું.

સરોવર તળિયે ઊંડે ને ઊંડે,
મરજીવાની માફક મોતિયો ખોળું છું.

ઢળે કંઈ ઉમંગો મારા જ ઉરમાં
વીજળીના ચમકારે ચિતને ચોડું છું.

ખિલખિલાટ હસતા નયનો વચ્ચે,
ક્યાંક ભીંજાયેલા આંસુના દર્દો જોડું છું.

શ્રીમંત, ગરીબ કદી તો દેવ ને દાનવ,
અમસ્તા જ અમથો મારી જાતને તોળું છું.

કવિ ~ ઉર્મિવ સરવૈયા

Gujarati Poem by Urmeev Sarvaiya : 111964905
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now