ઉપચાર આંસુ....
નયનના શૃંગાર આંસુ ,
દુઃખનો ઉપચાર આંસુ ,
ખારા આંસુ ખરાબ શું કામ લાગે,
છે, નોધારા નો આધાર આંસુ ..
રડવા છતાં પણ જ્યારે રડી ન શકાય,
કરી ઊઠે છે હૃદયમાં ચિત્કાર આંસુ ....
મથી મળતું જ્યારે મદદગાર કોઈ,
બે સહારા નો સહારો ,આ બે ચાર આસુ ...
આંસુઓ જરે આંખ મહી તો ,અગ્નિ શાંત પડી જાય,
ને ,કદી ખુદ બની જાય છે, અંગાર આંસુ ..
છે ,ખુશીના આંસુ ફોરમ, તો કદીક, ખુંખાર આંસુ,
નયન ના શૃંગાર આંસુ,દુઃખનો ઉપચાર આંસુ...
.