Gujarati Quote in Motivational by वात्सल्य

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હે માતા
"શ્રીમદ્દભગવદગીતા"
તમારા પીયૂષ જ્ઞાન પાન થકી અમેં સનાતની હિન્દુ ઉજળાં છીએ.આજનો દિવસ એટલે અમારા સૌભાગ્યનો અતિ પવિત્ર દિવસ છે.પાંચ હજાર પાંચસોથી વધુ સમયાવધિ વીતી છતાં તારાં પીયૂષની તાકાતનો અંદાજ અમેં પામર પ્રાણી પામી શક્યાં નથી.સાતસો શ્લોકી કાવ્ય એટલે ગમે તેવી સમસ્યાનું સમાધાન અન્ય ધર્મની ટિપ્પણી સિવાય ભગવાન શ્રી કૃષ્ણએ મહાન યોદ્ધા અર્જુન દ્વારા આ નાનકડું કાવ્ય માનવજાતને માટે મહાન ભેટ નહીં "ઉપકાર" છે.ઘરના ગોખલામાં આ પુસ્તક ધૂળ ખાતું પડ્યું હોય તો પ્રેમથી ધૂળ સાફ કરી થોડો સમય કાઢી વાચન કરજો.સંસ્કૃત ના આવડે તેને માટે વિશ્વની દરેક ભાષામાં તેનું ભાષાંતર થયેલું છે અને દરેક પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે.દરેકને આશ્વાસન અને નિરાશા ખંખેરી કઈંક કરવાની આશા જગવનારું છે.કશુંય નહીં તો બાળકની કે આપણી જનમ જયંતી આવે કે મૃત સ્વજનની પૂણ્યતીથિ આવે તે પ્રસંગે ભેટ આપજો.
મીઠાઈ ચોકલેટ આપી દાંત મોઢું બગાડવા કરતાં "ભગવદગીતા" પુસ્તક ગિફ્ટ કરશો તો કમસે કમ સન્માનથી એની લાયબ્રેરી કે ઘરની પૂજાની જગ્યાએ સાચવશે.કાળાંતે કોઈ તો ઘરમાં વાચન કરશે જ.
"મોક્ષદા એકાદશી" અથવા "ગીતા જયંતિ"નિમિત્તે વિશ્વબંધુ,વિશ્વભગીનીઓને મારી વિનતી કે એક વખત તન,મન,આસન બિછાવી આ ગ્રંથનું પઠન કરશો તો પણ ઘણું.
. - વાત્સલ્ય

Gujarati Motivational by वात्सल्य : 111961648
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now